Pages

HighLight of The Last Week

Search This Website

Wednesday, 29 July 2020

સુશાંતસિંહ આત્મહત્યા મામલામાં નવો વળાંક


સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યા મામલે તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુશાંતના પિતાએ પટનાનાં એક પોલીસ સ્ટેશનમાં આ એફ.આઈ.આર નોંધાવી છે. આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 


બિહાર પોલીસની ચાર સદસ્યની એક ટીમ મુંબઈ પહોંચી ગઈ છે અને મુંબઈ પોલીસ પાસેથી આ કેસની તમામ વિગત લઈ આગળની તપાસ હાથ ધરાશે. રિયા સામે આઈ.પી.સી. ની કલમ 306, 340 અને 342 હેઠળ ગુનો નોંધયો છે.


સુશાંતસિંહ રાજપૂતે 14 જૂને મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. આ મામલે અત્યાર સુધી મુંબઈ પોલીસે બોલીવુડની હસ્તિયોં સહિત સુશાંતના પરિવારના લગભગ 40 લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા છે. 


આ મામલે શરૂઆતથીજ રિયા ચકર્વર્તી સીબીઆઈ તપાસ ની માંગ કરી રહી હતી. સુશાંતસિંહની આત્મહત્યા મામલે મંગળવારે મુંબઇ પોલીસે ધર્મા પ્રોડક્શનનાં CEO અપૂર્વ મહેતાની લગભગ અઢી કલાક પુછપરછ કરી. પોલીસ હવે કરણ જોહરની પણ પુછપરછ કરશે.


સુશાંત સિંહના આપઘાતના દોઢ મહિના બાદ પોલીસને ફોરેન્સિક વિસેરા રિપોર્ટ મળી ગયો છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે સુશાંતના શરીર પર કોઈ જ નિશાન નથી, કે પછી સુશાંતના શરીરમાં કોઈ પ્રકારનું ઝેર પણ નથી મળ્યું. શરીર પર કોઈ નિશાન અને ઝેરના સબૂત ન મળતા એક તારણ સામે આવ્યું છે કે સુશાંતે આત્મહત્યા જ કરી છે.

No comments:

Post a Comment