Pages

HighLight of The Last Week

Search This Website

Tuesday, 28 July 2020

UGCની છેલ્લા વર્ષની પરીક્ષાને લઈ નવી ગાઈડલાઈન્સ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ


UGCની સંશોધિત ગાઈડલાઈન્સ અને છેલ્લા વર્ષની પરીક્ષાને લઈ આજે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. કોરોનાના વધતાં કહેર વચ્ચે UGCએ દેશભરની વિશ્વવિદ્યાલયો, મહાવિદ્યાલયો અને બીજી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં છેલ્લા વર્ષ અથવા છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ આ નિર્ણયને પડકારતા ઘણી અરજીઓ પર જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પીઠે આજે સુનાવણી કરી છે.

Also Read: IIT ખડગપુરે બનાવ્યું કોરોના ટેસ્ટ પોર્ટેબલ ડિવાઈસ, 400 રૂપિયા થશે ખર્ચ


દેશભરની અલગ અલગ વિશ્વવિદ્યાલયોના લગભગ 31 વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી UGCની 6 જુલાઈએ જાહેર કરેલી સંશોધિત ગાઈડલાઈન્સને રદ કરવાની માગ કરી છે. વિદ્યાર્થીઓએ પોતાની અરજીમાં માગ કરી છે કે છેલ્લા વર્ષની પરીક્ષાઓ રદ થવી જોઈએ અને વિદ્યાર્થીઓનું પરિણામ તેમના ગયા વર્ષના પરિણામના આધાર પર જાહેર કરવું જોઈએ.



સુપ્રીમ કોર્ટે અરજીની સુનાવણી કરતાં UGC પાસે 29 જુલાઈ સુધી જવાબ આપવા માટે કહ્યું છે. ત્યારબાદની આગામી સુનાવણી 31 જુલાઈએ થશે. UGCએ પોતાની સંશોધિત ગાઈડલાઈન્સમાં દેશની તમામ વિશ્વવિદ્યાલયોને કહ્યું કે તે છેલ્લા વર્ષની પરીક્ષાઓ 30 સપ્ટેમ્બર પહેલા પૂર્ણ કરે.

No comments:

Post a Comment