Pages

HighLight of The Last Week

Search This Website

Tuesday, 28 July 2020

IIT ખડગપુરે બનાવ્યું કોરોના ટેસ્ટ પોર્ટેબલ ડિવાઈસ, 400 રૂપિયા થશે ખર્ચ


IIT ખડગપુરે કહ્યું કે તેમના સંશોધનકારોએ એક પોર્ટેબલ ડાયગ્નોસ્ટીક ડિવાઈસ વિકસિત કર્યુ છે. જે માત્ર 400 રૂપિયાના ખર્ચ પર 60 મિનિટમાં કોરોના વાઈરસનો ટેસ્ટ રિપોર્ટ આપી શકે છે. અહેવાલ મુજબ IIT ખડગપુરે કહ્યું કે આ નોન-ઈનવેસિવ લવાઈવા બેસ્ડ ટેસ્ટને ખુબ જ ઓછી કિંમતમાં લેબ્સના ઉપકરણોમાં એક વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકે છે. આ એક પોર્ટેબલ ડિવાઈસ છે.

Also Read: Sonu Sood does it again! : Came ahead for help people


IIT ખડગપુરે કહ્યું કે આ નવી ટેક્નીકના પરિણામોને સિન્થેટિક વાઈરલ RNAનો ઉપયોગ કરીને RT-PCR મશીનમાંથી મેળવેલા તમામ પ્રમાણભૂત પ્રયોગશાળાના નિયંત્રણોની કડક ચકાસણી કરવામાં આવી છે.

RNA વાઈરસની જાણ માટે પણ સક્ષમ.


Also Read: The reason came in front of a time capsule


IIT ખડગપુરની સ્કૂલ ઓફ બાયો સાયન્સના સહાયક પ્રોફેસર અરિંદમ મોંડલે એક નિવેદનમાં કહ્યું કે IIT ખડગપુર સંશોધનકારો દ્વારા વિકસિત પોર્ટેબલ ડિવાઈસ ના માત્ર કોરોનાની તપાસ કરવામાં સક્ષમ છે પણ આ ડિવાઈસ સામાન્ય પ્રક્રિયાનું પાલન કરીને RNA વાઈરસના કોઈ પણ અન્ય પ્રકારના લક્ષણની તપાસ કરી શકે છે.



ત્યારે સંશોધનકારો દ્વારા વિકસિત કરેલા ઉપકરણની કિંમત લગભગ 2000 રૂપિયા હશે. સાથે જ એક જ પોર્ટેબલ યૂનિટનો ઉપયોગ મોટી સંખ્યામાં સેમ્પલોની તપાસમાં કરવામાં આવી શકે છે. દરેક તપાસ પછી માત્ર પેપર અને કાર્ટ્રેજ બદલવાની આવશ્યકતા રહેશે. વધુમાં IIT ખડગપુરે કહ્યું કે આ ઉપકરણ બજારમાં વેચવા માટે તૈયાર છે. કોઈ પણ કોર્પોરેટ અથવા સ્ટાર્ટ અપ તેને લેવા માટે સંસ્થાનો સંપર્ક કરી શકે છે.


Also Read: Kargil Vijay Diwas

No comments:

Post a Comment