HighLight of The Last Week

Search This Website

Wednesday, 29 July 2020

સરકાર એકમ કસોટી લેવાની જીદ્દ પર મક્કમ, ઓનલાઈન પેપર અપલોડ કરાયા


સરકાર પોતાના એકમ કસોટી લેવાના નિર્ણય પર મક્કમ છે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં ટીવી, મોબાઇલ કે તેના નેટવર્કની સમસ્યાનાં કારણે ઘણાં વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ શકતા નથી. ઉપરાંત આ પરીક્ષાની ઉત્તરવહી ચકાસવા માટે પ્રવાસી શિક્ષકોની સંખ્યા પણ ઓછી છે. જેથી એકમ કસોટી સ્થગિત રાખવાની ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળે સરકાર સમક્ષ માંગણી કરી હતી. 


Also Read: સુશાંતસિંહ આત્મહત્યા મામલામાં નવો વળાંક


જો કે સરકારે મહામંડળની રજૂઆતની બાદબાકી કરીને એકમ કસોટી લેવાનો મક્કમ નિર્ધાર જાહેર કર્યો હતો એટલે સુધી કે આ અંગે કેટલીક સૂચનાઓ પણ જારી કરી છે. તેમાં આચાર્યોને વિદ્યાર્થીઓ સુધી પ્રશ્નપત્રની હાર્ડ અથવા સોફ્ટ કોપી પહોંચાડવાની તાકીદ કરી છે. તે જ રીતે ઉત્તરોની કોપી શાળાએ પહોંચાડવા વિદ્યાર્થીઓને સૂચના જારી કરી છે.



જિલ્લા શિક્ષણાધિકારીને તા. 24મી સુધીમાં ઇમેઇલ એડ્રેસ પર એકમ કસોટીના પ્રશ્નપત્ર મોકલ્યાં છે. આચાર્યોએ વિદ્યાર્થીઓ સુધી સોફ્ટ અથવા હાર્ડ કોપી પહોંચાડવાની રહેશે. આ ઉપરાંત વાલીઓ તથા વિદ્યાર્થીઓને સરળતાથી પ્રશ્નપત્રો મળી રહે તે માટે બોર્ડની વેબસાઇટ પર મૂક્યા છે.


Also Read: IIT ખડગપુરે બનાવ્યું કોરોના ટેસ્ટ પોર્ટેબલ ડિવાઈસ, 400 રૂપિયા થશે ખર્ચ


- વિદ્યાર્થીઓ સંબંધિત બંને વિષયની એકમ કસોટીના ઉત્તરો 10મી ઓગસ્ટ સુધીમાં પોતાની અનુકુળતાએ અલગથી બનાવેલી નોટબકમાં સ્વયંશિસ્તપૂર્વક વાલીની દેખરેખ હેઠળ ઘરેથી જ લખે.


- વિદ્યાર્થીઓ જે નોટબુકમાં ઉત્તરો લખ્યા હોય તેની સોફ્ટ અથવા હાર્ડ કોપી 10મી ઓગસ્ટ સુધીમાં શાળાના આચાર્યોને પહોંચાડી દે. જે વિદ્યાર્થી/વાલી આવી શકે તેમ નથી તેમણે સોફ્ટ કોપી મોકલવાની રહેશે.



- આચાર્યોએ પ્રશ્નપત્રોના ઉત્તરો શક્ય હોય ત્યાં સુધી સોફ્ટ કોપીમાં મેળવવા અન્યથા હાર્ડ કોપીમાં નોટબુક મેળવતી વખતે કોવીડ 19ની પરિસ્થિતિ લક્ષમાં લઇ આયોજન કરે.


- ઉત્તરવહી નોટબુક મેળવવા માટે સોશિયલ ડીસ્ટન્સીંગ જળવાય રહે તે રીતે વાલીઓને પ્રમાણસર સંખ્યામાં તબક્કાવાર શાળામાં આવવા અનુમતિ આપવી તેમ જ નોટબુક સ્વીકારવા માટે શાળામાં એક બોક્સ રાખવું. તે નોટબુક શાળામાં ત્રણ દિવસ સુધી મૂકી રાખવી. ત્યારબાદ જ શિક્ષકો પાસે મૂલ્યાંકન કરાવવું.


Also Read: UGCની છેલ્લા વર્ષની પરીક્ષાને લઈ નવી ગાઈડલાઈન્સ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ

No comments:

Post a Comment