અયોધ્યામાં બુધવારે રામ જન્મભૂમિ પર રામ મંદિરના નિર્માણકામનો આરંભ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરનો શિલાન્યાસ નખાશે. રામ મંદિર આંદોલનમાં સામેલ લાલકૃષ્ણ અડવાણી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, સંઘ વડા મોહન ભાગવત સહિતના નેતાઓ અને આમંત્રીત મહેમાનોની હાજરીમાં ભૂમિ પૂજનનો આ કાર્યક્રમ યોજાશે.
બીજી તરફ અયોધ્યા, ઉત્તર પ્રદેશ અને દેશના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છેે. સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમ આયોજકોએ જણાવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સવારે 9.35 કલાકે દિલ્હીથી રવાના થઇ જશે. 10.35 કલાકે લખનઉ એરપોર્ટ પર તેઓ લેન્ડિંગ કરશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા તેઓ 11.30 વાગ્યાની આસપાસ અયોધ્યા પહોંચી જશે, અહીંના સાકેત કોલેજ કેમ્પસમાં તેમના હેલિકોપ્ટરને ઉતારવાની વ્યવસૃથા ગોઠવાઇ છે.
Also Read: Over 33% of India's Tigers Live Outside Tiger Stores in Backwoods Divisions, Havens: Report
તેઓ અયોધ્યા પહોંચ્યા બાદ સૌથી પહેલા 11.40 વાગ્યાની આસપાસ અહીના હનુમાનગઢી મંદિર પહોંચશે જ્યાં તેઓ દર્શન અને પૂજાપાઠમાં 10 મિનિટનો સમય આપશે. બપોરે 12 વાગ્યે તેઓ રામ જન્મભૂમિ પરિસરમાં પહોંચી જશે જ્યાં એક વાગ્યા સુધીમાં વૃક્ષા રોપણ અને મંદિરના શિલાન્યાસ સહિતની વીધી પુરી કરી લેવામાં આવશે અને મોદી બપોરે અઢી વાગ્યે દિલ્હી જવા રવાના થઇ જશે.
ભૂમિ પૂજનના કાર્યક્રમ દરમિયાન એક મંચ તૈયાર કરવામાં આવશે. જેના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સંઘ પ્રમુખ મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને રામ મંદિર ટ્રસ્ટના નૃત્યગોપાલ દાસ હાજર રહેશે.
આ ઉપરાંત કુલ 175 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જે પણ લોકો આ કાર્યક્રમમાં ઉપસિૃથત રહેશે તેમની બેઠક વ્યવસૃથા એવી રીતે કરવામાં આવી છે કે જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને સાથે સેનિટાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મોટા ભાગના આમંત્રીત લોકોને મંગળવારે જ અયોધ્યામાં પ્રવેશ મેળવી લેવાની સુચના આપવામાં આવી છે.
Also Read: COVID-19: Washington Post adulates Mumbai's Dharavi endeavors
મંગળવારે રાતથી અયોધ્યાની બોર્ડર સીલ કરી દેવામાં આવશે અને ચોક્કસ લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. રામ મંદિર માટે એક વિશેષ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે જેની પાસે દેશના અલગ અલગ ભાગો, મંદિરો અને પવિત્ર સૃથળોએથી માટી અને નદિઓના જળ પહોંચાડવામાં આવ્યા છે જેનો ઉપયોગ શિલાન્યાસ માટે કરવામાં આવશે.
સુરક્ષાની જાણકારી આપતા ઉત્તર પ્રદેશ પોલીસના એડીજી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે અયોધ્યાને એસપીજી અને મેરામિલિટ્રી ફોર્સના હવાલે કરી દેવામાં આવી છે. મંગળવારે રાતથી જ અયોધ્યામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવશે અને ચોક્કસ વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે.
જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમને વિશેષ સિક્યોરિટી કોડ પણ આપવામાં આવ્યો છે જેના આધારે પૂજન સૃથળે એન્ટ્રી મળી શકશે. જ્યાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જવાના છે ત્યાં એસપીજી પહેલાથી જ પહોંચી ગઇ છે. મોકડ્રીલ પણ કરી લેવામાં આવી છે, અયોધ્યા નગરીને શણગારવામાં આવીછે.
No comments:
Post a Comment